ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે આપણે આપણા ગુરુ એટલે કે શિક્ષક, માતા-પિતા અથવા જે કોઈ આપણને સાચો રસ્તો બતાવે છે તેમનો આભાર માનીએ છીએ અને તેમના આશીર્વાદ લઈએ છીએ. ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આજે 10મી જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. ત્યારે મહંતશ્રી ભાવેશ્વરીમાં સાનિધ્યમાં મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો. જેમાં સવારે વ્યાસ પુજન, કુમારીકા પુજન, શ્રી શ્રી 1000 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી મહેન્દ્રનગર સહિત અન્ય ગામોના ભક્તો, જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અલખધણી ગૌશાળાના બજરંગભાઈ, કાંતિભાઈ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી.