હળવદના મહર્ષિ ગુરુકુળ ખાતે આજથી “ગુરુકુલ સમર” કેમ્પનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળા કોલેજની પરીક્ષા પૂર્ણ થતા વેકેશનના માહોલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહર્ષિ ગુરુકુલ ખાતે સોમવારથી શનિવાર સુધી છ દિવસનો પ્રાથમિકના બાળકો માટે સમર કેમ્પનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મહર્ષિ ગુરુકુળ ખાતે ભવ્ય “ગુરુકુલ સમર” કેમ્પમાં ૭૦૦ થી વધું સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો સમય હળવદમાં પ્રથમવાર નાના બાળકો માટે ફુલ એન્જોય વેકેશનની મજા માણવા માટે ગામના તમામ બાળકો માટે કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો .
મહર્ષિ ગુરુકુળ ખાતે ભવ્ય “ગુરુકુલ સમર” કેમ્પનું આયોજન ૭૦૦ થી વધું સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમર કેમ્પમાં સ્વિમિંગ, કરાટે,ડાન્સ, મ્યુઝિક, હોર્સ રાઇડિંગ, ચાઈલ્ડ કેર. યોગા, રાઈટીગ સ્કીલ, ફન પાર્ક, ટ્રેકિંગ, રસાખેંચ, કબડી, વોલીબોલ, સેલ્ફ ડીફેનસ, આટૅ એન્ડ કાફટ વગેરે ૨૦થી વધુ ઇવેન્ટની વિદ્યાર્થીઓએ મજા માણી હતી. અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.