Tuesday, January 14, 2025
HomeGujaratમોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી

મોરબી: મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તાજેતરમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

- Advertisement -
- Advertisement -

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તાજેતરના ગુરૂપૂર્ણિમા પાવન અવસર પર ગુરૂ પૂજન તથા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભૂદેવોના ગુરૂ આદિગુરૂ શંકરાચાર્યજીનું પૂજન તથા સંગીતમય ગુરૂ વંદના શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા શંકર આશ્રમ ખાતે કરાવવામાં આવ્યું હતું.

આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહીતભાઈ પંડ્યા, મહામંત્રી ધવનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવે, ઉપપ્રમુખ આદર્શભાઈ દવે, યજ્ઞેશભાઈ જાની, સહમંત્રી વિજયભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, દીપભાઈ પંડ્યા, કોષાધ્યક્ષ નયનભાઈ પંડ્યા, મીડિયા ઇન્ચાર્જ હર્ષભાઈ જાની, તેમજ બ્રહ્મ અગ્રણીઓ ડો. બી. કે. લહેરુ, ડો. રાજુભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ મહેતા, નરેન્દ્રભાઈ મહેતા, કિશોરભાઈ શુકલ, અમૂલભાઈ જોષી, કેયુરભાઈ પંડ્યા, સચિનભાઈ વ્યાસ, આર્યનભાઈ ત્રિવેદી, ઉર્વીશભાઈ જોષી, વિશ્વાસભાઈ જોષી, ભાર્ગવભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા તેમજ બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ભેગા થઈને આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!