રંગમંચ, લલિતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ની મોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિ દ્વારા આજે ભારતીય પરંપરા મુજબ ગુરુપૂર્ણિમાની ઉજવણી મોરબી ના લાલપર ગામ મુકામે કરવામાં આવી હતી.સંસ્કાર ભારતીના મુખ્ય છ ઉત્સવો પૈકી મુખ્ય પ્રમુખ ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા ઉત્સવ ભારતમાં ગુરૂ પરંપરા બધા ક્ષેત્રોમાં છેગુરુપૂજન એ કલાકારો ના માટે શ્રેયકર છે.
સંસ્કાર ભારતીની આઠ વિદ્યાશાખાઓ માની લોકકલા ભવાઈ ક્ષેત્રે જેમને ૫૦ વર્ષ કરતા પણ વધુ સમયથી યોગદાન આપી રહેલા અને આવનારી પેઢી આ અમૂલ્ય વારસાનું જતન કરે એ માટે માર્ગદર્શન અને તાલીમ પુરી પાડનાર મોરબીના લાલપર ગામના નિવાસી પ્રવીણભાઈ કુંવરજીભાઇ ભાડલા નું મોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિ દ્વારા તેમની ભારતીય પરંપરા મુજબ તેમના નિવાસ સ્થાને સમિતિના સભ્યોએ જઈને તેમનું અક્ષત કંકુથી તિલક કરી ફુલહાર, ખેસ, સાલ ઓઢળી પૂજન આરતી કરીને સન્માન કરવામાં આવ્યું હતું,
પ્રવીણભાઈનો જન્મ મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામે થયેલો તેઓ નાનપણથીજ આ ભવાઈ કલા સાથે જોડાયેલા છે. શરૂવાત તેમને ભવાઈ મંડળીમાં ગોરણીના પાત્રાથી શરૂવાત કરેલી ત્યારબાદ ગણપતિ જુનિભવાઈ, ઓડ અકબર ભીમ, જોગીદાસ ખુમાણ, એભલવાળા, ગોરાકુંભાર, નરસિંહમહેતા,રામરાજ્ય દશરથ અને કંશ તેઓનું મુખ્ય પાત્ર ગણવામાં આવે છે જુના અને નવા નાટકોમાં આબેહૂબ દરેક પાત્રોમાં તેઓ પારંગત છે અને ભવાઈ ક્ષેત્રના સહુથી જુના અને આ ક્ષેત્રના તેઓ આદરણીય વ્યક્તિ છે હાલ ૭૨ વર્ષ ઉંમર હોવા છતાં પણ તેઓ ઉત્સાહભેર આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.આ ઉત્સવમાં સંસ્કાર ભારતી મોરબી જીલ્લાના અધ્યક્ષ લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા, મહામંત્રી લોકગાયક પ્રાણલાલ પૈજા સહિતના મોરબી જીલ્લા સંસ્કાર ભારતીના સદસ્યો જોડાયા હતા.