આદિકાળથી ભારતવર્ષમાં અષાઢી પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આજ દિવસે મહામુનિ વેદ વ્યાસજીનો પ્રાગટય દિન હોવાથી ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે. ત્યારે ટંકારા નજીક આવેલ જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ગુરુ પૂજન, સુંદરકાંડ અને મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.
જોગ આશ્રમ લજાઈના જણાવ્યા અનુસાર, રાજકોટ – મોરબી હાઈવે પર લજાઈ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તા.3 જુલાઈના રોજ જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાવાનું આયોજન કરવામાં આવનાર છે. આ મહોત્સવમાં સવારે 9.30થી સાંજ સુધી નકલંક સંપુટ મંડળ બગથલા અને વિરપર સુંદરકાંડ મંડળ વિરપર દ્વારા સુંદર કાંડના પાઠ કરવામાં આવશે. અને ત્યાર બાદ સાંજે 6:30 વાગ્યે મહા આરતી થશે અને 7:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે ગુરુજનો અને ભક્તજનોને પધારવા શ્રી જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.