વેદોના રચયિતા ભારતીય સંસ્કૃતિના પ્રાણ, મહાન ઉપદેશક અને હિન્દુ ધર્મમમાં પ્રથમ ગુરૂનો દરજો મેળવનાર મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસે દેશભરમાં ગુરૂપૂર્ણિમા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી શહેર-જિલ્લામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિરો ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામધન આશ્રમ ખાતે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે વ્યાસપૂજન, પોથી પૂજન, કુમારિકા ભોજન, સંત ભોજન, રત્નેશ્વરી દેવીનો સત્સંગ તેમજ મહાપ્રસાદ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જ્યોતીન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ, મનસુખભાઇ, રમેશભાઈ, રામજીભાઈ, ગીરીશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રત્નેશ્વરી દેવીએ કાલિકાનગરના બાળકોને પ્રસાદ પાણીની બોટલ તેમજ કંપાસ અર્પણ કર્યા હતા.