Saturday, January 11, 2025
HomeGujaratટંકારા તાલુકાના કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણ ત્રિવેણી કાર્યક્રમ...

ટંકારા તાલુકાના કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણ ત્રિવેણી કાર્યક્રમ યોજી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ 

ટંકારા તાલુકાના કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા દ્વારા ચાલી રહેલ GSYB નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ પર યોગ, યજ્ઞ અને વૃક્ષા રોપણ કાર્યક્રમનો ત્રીવેણી સંગમ યોજી ગુરુ પૂર્ણિમા દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

 

 

 

યોગ તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અતંર્ગત નિઃશુલ્ક ૨ મહિના સુધી આપવામાં આવી આવે છે. યોગ વર્ગમાં તાલીમ લઈ રહેલ યોગ ટ્રેનર તાલિમ બાદ નિઃશુલ્ક યોગ વર્ગ ખોલશે અને લોકોને સ્વસ્થ સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે અને કક્ષા લેનારને યોગ બોર્ડ દ્વારા માનદ વેતન મળવા પાત્ર હોય છે. ત્યાર ગુજરાતમાં હાલ ૧ લાખ યોગ ટ્રેનર યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીની આગેવાની દ્વારા તાલીમ પૂર્ણ કરી ચૂક્યા છે જેમનું લક્ષ્ય ગુજરાતને યોગમય બનાવવાનો છે. ત્યારે ટંકારાના તાલુકાના કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા અને ડિમ્પલબેન સારેસા દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથી વિશેષ તરીકે ટંકારા તાલુકાના પીએસઆઈ એમ. જે. ધાધલની વિશેષ હાજરી રહી હતી. જેમણે તાલીમાર્થીઓને યોગ કરીને પ્રેક્ટીકલ નૌલી ક્રિયા, મયુરચાલ મયૂરઆસન જેમાં કઠિન આસન કરીને બતાવ્યા હતા. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણના વૃક્ષો તથા નાસ્તાના આયોજન માટે તાલીમ લઈ રહેલ યોગ તાલીમાર્થી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા ફિરોજખાન પઠાણ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!