મહર્ષિ દયાનંદ સરસ્વતી ની 200મી જન્મ જયંતિ નિમિત્તે જ્ઞાન જ્યોતિ પર્વ – આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા ટંકારા પહોચી હતી. ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ અને આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તા વિનય આર્યએ તેમનું સ્વાગત કર્યું હતું.
આર્ય વીર દળ દિલ્હી પ્રદેશ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ – જ્ઞાન જ્યોતિ પર્વ નિમિત્તે એક વિશાળ જ્ઞાન જ્યોતિ મશાલ મોટર સાઈકલ યાત્રા 6 ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી નીકળી હતી જે આજે બપોરે 3 વાગ્યે ટંકારા પહોંચી હતી. ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ અને આર્ય સમાજ ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનય આર્ય દ્વારા ઉત્સાહી બાઇકર્સ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ યાત્રાની મશાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગટાવી હતી. જે મસાલ મોટર સાયકલ યાત્રામાં આર્ય સમાજની યુવા વિંગ આર્ય વીર દળ, યુનિવર્સલ આર્ય વીર દળ અને દિલ્હી આર્ય પ્રતિનિધિ સભા અને આર્ય સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના પ્રાંતીય એકમના સહયોગથી 200થી વધુ આર્ય વીર મોટરસાઈકલ, કાર, પ્રચાર વાહનો, ટેમ્પો અને અન્ય વાહનો દ્વારા “જ્ઞાન જ્યોતિ મશાલ યાત્રા” ના સ્વરૂપમાં દિલ્હી થી ટંકારા પહોંચી હતી.જે યાત્રામાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાતની આર્ય પ્રતિનિધિ સભા અને આર્ય વીર દળે પૂરેપૂરો ઉત્સાહ અને સહયોગ આપ્યો હતો. આર્ય વીર દળના દિલ્હી રાજ્ય નિયામક જગવીર આર્યની અધ્યક્ષતામાં, મહામંત્રી બૃહસ્પતિ આર્યના કાર્યક્ષમ નેતૃત્વ અને વિવેક આર્ય (આર્ષ સાહિત્ય પ્રચાર ટ્રસ્ટ)ના વિશેષ સહયોગ અને દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ ધરમપાલ આર્ય અને મહામંત્રી વિનય આર્યના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.