Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેરમાં રીઢો બાઈક ચોર ચોરાયેલ બાઈક સાથે ઝડપાયો

વાંકાનેરમાં રીઢો બાઈક ચોર ચોરાયેલ બાઈક સાથે ઝડપાયો

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. મોરબીમાં અનેક જગ્યાએ બાઈકની ઉઠાંતરી થતા જિલ્લા પોલીસ સક્રિય બની હતી. જે દરમિયાન ગઈકાલે વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા એક શખ્સને રોકી તેની પૂછપરછ કરતાં તેની પાસેથી ચોરી કરેલું બાઈક મળી આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી ડી.એસ.પી. પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન તેઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના બાઈક ચોરીના ગુનાનો મોટરસાઈકલ ચાલક વાંકાનેર ટાઉન તરફથી આવનાર છે. તેવી હકીકત મળતા અમરસર ફાટક પાસે વોચ ગોઠવી તપાસમા હતા. તે દરમ્યાન શંકાસ્પદ મોટરસાઈકલ ચાલક નિકળતા તેને કોર્ડન કરી રોકી ઇ-ગુજકોપની મદદથી વાહન સર્ચ કરતા આરોપીએ બાઈક ચોરીના ગુન્હાની કબુલાત આપતા પોલીસે પરવેઝભાઈ હુશેનભાઈ ઉર્ફે ડબલ દેકાવાડીયા (રહે.વાંકાનેર મુમનાશેરી એસ.કે એન્ટરપ્રાઇઝ વાળી શેરી તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને GJ-03-EQ-0275 નંબરની કાળા ક્લરના હીરો સ્પેલેન્ડર પ્રો મોટરસાઈકલના ચોર-મુદ્દામાલ સથવા પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હો શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!