મોરબી જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ સજ્જ થઇ છે. અને ઠેર-ઠેર દરોડા પાડી દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઈસમને મોરબીની સોમૈયા સોસાયટી ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે. જયારે અન્ય આરોપી ફરાર થયો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા લોકસભા ચુંટણી અનુસંધાને સ્પે. પ્રોહીબીશન ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા પોલીસ બેદાને સુચના મળેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન તેઓને મળેલ ખાનગી હકીકતના આધારે આરોપી અંકીતભાઇ અરૂણભાઇ રાઠોડ (રહે હાલ. શ્રધ્ધા પાર્ક શેરી નં. ૪ વીશીપરા, મોરબી મુળ રહે. સોમૈયા સોસા. મનીષ વિધ્યાલય વાળી શેરી, વાવડી રોડ મોરબી)ને તેના ઘરે સોમૈયા સોસા. મનીષ વિધ્યાલય વાળી શેરી, વાવડી રોડ ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ ૯૬ બોટલોનાં રૂ.૧,૨૬,૬૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ (રહે- તેજીયાવાસ પો.સ્ટ. ડબોઇ થાણુ તા.ગુડામાલાણી જી.બારમેર (રાજસ્થાન)) સ્થળ પરથી મળી ન આવતા તેને વોન્ટ્ડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલું જ નહિ બંને આરોપીઓ વિરુધ્ધ અગાઉ અનેક ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે.