પાટીદાર સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મળી રહે તે માટે કળશ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ કળશ યોજનાને લોકો તરફથી સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજ રોજ ટંકારા તાલુકાના હડાળા ગામે કળશ પૂજન, કળશ યાત્રા અને કળશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા અને ભાવભેરમા ઉમિયાના આશિષ એવા પવિત્ર કળશનું પૂજન આરતી કરી, પોતાના ઘરે કળશ પધરામણી કરી હતી.
ટંકારા તાલુકાના હડાળા ગામે કળશ પૂજન, કળશ યાત્રા અને કળશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે સમગ્ર કાર્યક્રમમાં મહિલા સમિતિની બહેનો ઘાટોડીયા નીતાબેન ખોડુભાઈ, મોકાસણા દક્ષાબેન ભાવેશભાઈ, દેત્રોજા મીનાબેન હેમંતભાઈ, ગડારા ભગવતીબેન ભરતભાઈ, સાધરીયા ભાવિશાબેન હિરેનભાઈ તેમજ ગામના યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટંકારા તાલુકાના ગામોમાં મા ઉમિયાના આશીર્વાદ સમો કળશ પહોંચે એવી હોંશ સાથે જવાબદારી નિભાવતા ટંકારા ઉમિયા સમિતિના બહેનો દ્વારા સમગ્ર આયોજન ગોઠવવામાં આવ્યો હતો.