Wednesday, December 4, 2024
HomeGujaratટંકારાના હડમતીયા ગામે મોટરસાયકલ સરખુ ચલાવવા બાબતે માથાકૂટ:સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારાના હડમતીયા ગામે મોટરસાયકલ સરખુ ચલાવવા બાબતે માથાકૂટ:સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારા પોલીસ મથકમાં હડમતીયા ગામે રહેતા સાળા-બનેવીએ સામસામી ફરિયાદ નોંધાવી છે, જેમાં ૮ વર્ષ પહેલા હડમતીયા ગામના યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા, ત્યારથી યુવતીના ભાઈ અને પતિ વચ્ચે બોલચાલ ન હોય, હાલ બનેવી અને તેનો ભાઈ અને મિત્ર મોટર સાયકલ લઈને ગામમાંથી જતા હોય ત્યારે સાળા દ્વારા મોટર સાયકલ સરખું ચલાવ જ્યારે બનેવી દ્વારા સાઈડમાં ચાલવાનું કહેવા જેવી બાબતે બંને સાળો-બનેવી વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી અને લાકડી વડે એક ઘા મારવાની ઘટના અંગે બંને સાળા-બનેવીએ એકબીજા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

પારિવારિક ઝઘડાના તણાવ વચ્ચે બનેલ બનાવમાં સામસામી ફરિયાદની મળતી માહિતી અનુસાર ટંકારાના હડમતીયા ગામે રહેતા વિજયભાઈ બચુભાઇ સોલંકી ઉવ.૨૫ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી તરીકે તેમના સગા બનેવી હરજીભાઈ ઉર્ફે વિનોદભાઈ હસમુખભાઈ વાઘેલા, જીજ્ઞેશ હસમુખભાઈ વાઘેલા તથા સુરેશભાઈ ગુલશનભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૩/૧૧ના રોજ કામના ફરીયાદી વિજયભાઈ શેરીમા હોય તે વખતે આરોપીઓ મોટરસાયકલ લઇને નીકળતા આરોપી જીજ્ઞેશભાઈએ સાઇડમા ઉભુ રહેવાનુ કહેતા વિજયભાઈએ કહ્યું હતું કે ‘હું સાઈડમાં જ છું’ જેથી આરોપીઓ બોલાચાલી કરવા લાગતા વિજયભાઈએ બોલાચાલી કરવાની ના પાડતા વિજયભાઇના બનેવી વિનોદભાઈ વાઘેલાએ ગાળો આપી શેરીમાં પડેલ લાકડી વડે સુનિલભાઈને પગમાં એક ઘા માર્યો હતો અને અન્ય બંને આરોપીઓએ ઝપાઝપી કરી ગાળો આપી હતી અને આજ પછી અમારી સાથે ઝઘડો કરીશ તો જાનથી મારી નાંખવસની ધમકી આપી ત્રણેય આરોપીઓ ચાલ્યા ગયા હતા.

જ્યારે સામાપક્ષે હરજીભાઈ ઉર્ફે વિનોદભાઈ હસમુખભાઈ વાઘેલાએ આરોપી તરીકે તેના સાળા વિજયભાઈ બચુભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી પોતાના મીત્ર અને ભાઈ સાથે ગામમા જતા હતા તે વખતે આરોપી વિજયભાઈએ તેમના બનેવી વિનોદભાઈને સરખુ મોટર સાયકલ ચલાવ તેમ કહી બોલાચાલી કરી ગાળો આપતા ફરીયાડી વિનોદભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઈ ત્યાં લાકડી વડે વિનોદભાઈને પગમા એક ઘા મારી ‘આજ પછી સામે આવતો નહિ નહિતર જાનથી મારી નાખીશ’ તેમ ધમકી આપી હતી.

હાલ ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે બંને પક્ષના કુલ ચાર આરોપીઓ સામે બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાયદેસરની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!