Thursday, January 16, 2025
HomeNewsBirthdayહડમતીયા ગામના સામાજિક કાર્યકર અને યુવા ઉધોગપતિ પંકજભાઈ રાણસરિયાએ પોતાના જન્મદિવસે દીકરીઓ...

હડમતીયા ગામના સામાજિક કાર્યકર અને યુવા ઉધોગપતિ પંકજભાઈ રાણસરિયાએ પોતાના જન્મદિવસે દીકરીઓ ને આપી અનોખી ભેટ

આજે હડમતીયા ગામ ના સામાજિક કાર્યકર અને યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે ગામની સરકારી કન્યા-કુમાર પ્રાથમિક શાળાના આશરે ૩૦૦ બાળકોને ભરપેટ ભોજન કરાવી જન્મદિવસના વધામણા કર્યા હતા તથા પંકજભાઈ રાણસરીયાએ હડમતિયા ગામના સર્વજ્ઞાતિજનો માટે પોતાના જન્મદિવસે નિમિત્તે ગ્રામપંચાયત ગ્રામસભાનું આયોજન કરી હવે થી ગામની કોઈપણ દીકરી પરણે ત્યારે કરિયાવર તેઓ આપશે એવી જાહેરાત કરી હતી અને દીકરી મારી લાડકવાયી સૂત્ર ને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે  ગ્રામસભામાં આ જાહેરાત થતાં તાળીઓના ગડગડાટથી પંકજભાઈ રાણસરીયાને સૌ કોઈ ગ્રામજનોએ વધાવી લીધા હતા. તથા આ સેવાનો લાભ મેળવવા માટે લગ્ન હોય ર દીકરીના પરિવારે લગ્ન પત્રિકા સાથે હડમતીયા ગ્રામપંચાયતના સરપંચને જાણ કરવાની રહેશે.

- Advertisement -
- Advertisement -

વધુમાં સેવાભાવી યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયાનો ટૂંકમાં પરિચય મેળવીએ તો તેઓ ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની છે અને હાલ મોરબીના ઉધોગપતિ અને સામાજિક કાર્યકર છે અને તેઓ દ્વારા મોરબીમાં કોરોનાના કપરા સમયમાં પણ ગરીબોના મસીહા બની ટીફીનસેવા શરુ કરી હતી સાથે રાત દિવસ જોયા વિના કપરા સમયમાં દર્દીઓને હોસ્પિટલ કે સંસ્થાઓમાં બેડની સુવિધાઓની સાથે રેમ્ડેસિવર ઇન્જેક્શન, દવાઓની પણ સુવિધાઓ કરી આપેલ તેમજ માળિયા-મિયાણા, ટંકારા તાલુકાના અનેક ગામોના પ્રવાસ ખેડી જરુર જણાય ત્યાં હમદર્દ બની વ્હારે આવ્યા હતા. પોતાના માદરે વતન હડમતિયામા રેપીડ ટેસ્ટના કેમ્પ કરી જરુર જણાય ત્યાં પોતાની તિજોરી ખુલી મુકીને સર્વસ્વ લુટાવી દેવાની નેમ સાથે કાર્યરત હતા. પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી હતી અને હાલ જ્યારે ગામમાં વિકાસકાર્યને લઈને ગામનું વર્ષો જુનું તળાવ ગંદકીથી ખદબદતુ હોય અને બાજુમાં જ સ્કુલો આવેલી હોવાથી બુરાણ કરી આશરે દશ વિઘા જમીન ખુલ્લી કરી ડેવલોપનુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગામના મેઈન રસ્તાના દબાણ હોય ત્યાં રસ્તા પહોળા કરી રહ્યા છે.

ત્યારે આજે તેઓના જન્મદિવસ નિમિતે મોરબી મિરર ટિમ દ્વારા પણ પંકજભાઈ ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!