Sunday, September 8, 2024
HomeGujaratરૂંવાટા ઉભા કરી દેતો અકસ્માત : ટ્રકે એક્ટીવાને હડફેટે લઈ એક સગીરને...

રૂંવાટા ઉભા કરી દેતો અકસ્માત : ટ્રકે એક્ટીવાને હડફેટે લઈ એક સગીરને કચડી નાખ્યો તો બીજાના પગ પર ટાયર ફેરવી દીધું.

વાંકાનેર તરફથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા રસ્તે એક ટ્રક અને એક્ટિવા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે એક્ટીવાને હડફેટે લઈ એક્ટિવા ચાલક યુવકને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે એક યુવકના પગ પર ટાયર ફરી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જયારે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ખીજડીયા ગામના ચંદ્રપુર ગેલેક્ષીપાર્ક-૦૧ ગેલેક્ષી સ્કુલ પાસે રહેતા માહમદભાઈ ઉર્ફે મહમદભાઈ અલાઉદીનભાઈ શેરસીયાનો દિકરો સાબિર તા.૧૪/૦૪/૨૦૨૩ ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા તેના મિત્ર અવેશ ઈદ્રીશભાઈ બાદી (રહે-ચંદ્રપુર ગેલેક્ષીપાર્ક-૩ તા.વાંકાનેર) ને પોતાની GJ-03-HN-3054 નમ્બરની એક્ટિવમાં પાછળ બેસાડી એક્ટીવા ચલાવી જતો હતો. ત્યારે વાંકાનેર તરફથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ પર MH-24-AU-6843 નંબરના ટ્રકના ચાલકે પુરઝડપે બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મુબીન ઓટોમોબાઈલની સામે એક્ટીવાને પાછળ ભટકાતા સાબિરનો ટ્રકના ડાબી સાઈડના પાછળના વચલા જોટામા દબાઈ જતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જયારે અવેશ ઈદ્રીશભાઈ બાદી ટ્રકના આગળના જોટામા આવી જતા બંને પગે ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક સારવારમાં ખસેડવામા આવ્યો છે. જયારે ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે જ મુકી નાસી જઈ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!