ત્રણ શખ્સોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
હળવદ:હળવદમાં પોલીસમાં અરજી કરનાર આધેડ ઉપર ધોકા અને પાઈપથી હુમલો કરેલ હોવાની ફરિયાદ નોંધાયેલ છે. જેમાં ત્રણ શખ્સોએ આધેડ ઉપર હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
હળવદ પોલીસ મથકમાં ફરિયાદી ગોવિદભાઇ અમરાભાઇ બોચીયા (ઉવ ૫૦ ધંધો ડ્રાઇવીંગ રહે.હળવદ સુનીલનગર)વાળાએ આરોપીઓ વિપુલ કાનજી તથા ગડુ ઉર્ફે હિમત કાનજી (રહે બંન્ને હળવદ બસસ્ટેન્ડપાછળ) તથા મહેશ( રહે.મુળ સડલા ગામ તા મુળી હાલ સુરેન્દ્રનગર)ની સામે ફરિયાદ નોંધાવેલ કે, ગઈકાલે તા ૨૨/૭/૨૦૨૨ ના રોજ હળવદ બસ સ્ટેન્ડ પાસે ફરીયાદીએ અગાઉ પોલીસમાં આરોપીઓ વિરૂધ્ધ અરજી કરેલ હોય જે આરોપીઓને નહી ગમતા જે બાબતનું મનદુઃખ રાખી આ આરોપીઓએ ફરીયાદીને મને જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે શરીરે તથા માથામાં ઘા મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.