હળવદમાં સૌપ્રથમવાર હેલિકોપ્ટર માં વરરાજા જાન લઈને પરણવા આવતા લોકોના ટોળેટોળા જોવાં ઉમટી પડ્યા
આજના આધુનિક યુગમાં જુદા જુદા વરરાજા કાંઈ ક અવનવું કરતા હોય છે, વરરાજા ઘોડા ગાડીમાં તો કોક બળદગાડીમાં કોક જેસીબી માં કોક હાથીની અંબાડીએ જેવી વિવિધ રીતે પરણવા આવતા હોય છે. ત્યારે હળવદમાં સૌપ્રથમવાર માલધારી (રબારી)સમાજનો યુવાન સુરેન્દ્રનગર થી હળવદ હેલિકોપ્ટર લઇને પરણવા આવતા એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સૌપ્રથમવાર સુરેન્દ્રનગર થી રબારી સમાજના વરરાજોએ હેલિકોપ્ટરમાં જાન લઈને હળવદ પરણવા આવતા લોકો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.
હળવદ માલધારી સમાજના આગેવાન અને પૂર્વ ભાજપના માલધારી સેલના પ્રમુખ સ્વ કરમણભાઈ તેજાભાઈ ના પુત્ર સ્વ અજમલભાઈ કરમણભાઈ રબારીના પુત્ર પુત્રીના લગ્ન સુરેન્દ્રનગર મુકામે કરાયા હતા ત્યારે દીકરીની જાન પરણવા માટે સુરેન્દ્રનગર થી વરરાજા હેલિકોપ્ટર લઇને પરણવા હળવદ આવી પહોંચતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. હળવદ માં સૌપ્રથમવાર માલધારી રબારી સમાજમાં સુરેન્દ્રનગરના રબારી સમાજના ધરમભાઈ રબારી વરરાજા પ્રથમવાર હેલિકોપ્ટર લય ને હળવદ મુકામે વડવાળા નગરમાં સ્વ અજમલભાઈ કરમણભાઈ ની દીકરીને ત્યાં પરણવા માટે આવ્યા હતા, હેલિકોપ્ટર હીરાવાડી માં લેન્ડ કરતા યુવાનો નાના બાળકો મહિલાઓ પુરુષો વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં હેલિકોપ્ટર અને વરરાજા ને જોવા માટે ઉમટી પડ્યા હતા.