બગીચામાં ફુવારા બંધ,લાઈટો બંધ, અંધારપટ રહેતા બાળકો અને વાલીઓમાં રોષની લાગણી
હળવદ શહેરમાં છેલ્લા એક દશકમાં કુદકે ને ભુસકે વિકાસ થઈ રહ્યો છે સાથે સાથે પ્રદૂષણનો પણ પ્રશ્ન વિકાળ બનતો જાય છે ત્યારે હળવદ શહેરમાં કુદરતી છાયડો હરવા ફરવા લાયક ગાર્ડન લાખો રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર ચારમાં ભીડભંજન મહાદેવ પાસે માધાપર વિસ્તારનો બગીચો મેન્ટેન્સના અભાવે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે.
હળવદના વોર્ડ નંબર ચારમાં ભીડભંજન મહાદેવ પાસે સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. જેમાં બાળકોને રમવા માટેના સાધનો, વૃક્ષ ,લાઇટો, ફુવારો,લાખો રૂપિયાના ખચૅ નાખવા આવ્યા હતા. ફરવા લાયક ગાર્ડન બનાવ્યો હતો.નગરપાલિકા તંત્રની આવડતના કારણે છેલ્લા કેટલાક સમયથી બગીચામાં અંધારપટ રહેતા વાલીઓ તથા બાળકોમાં રોષની લાગણી ફેલાય છે
આ વિસ્તારનો માત્રને માત્ર એક જ હરવા ફરવા લાયક ગાર્ડન હોવાથી લોકો જાય તો ક્યાં જાય, બગીચામાં થી ફુવારા ઉઠાવી ગયા છે બંધ હાલતમાં જોવા મળે છે ,રમતગમતના સાધનો પણ વેરવિખેર હાલત જોવા મળે છે,ગાર્ડનમાં ગંદકી ઠગલા ,પાણી ખાબોચિયા, જે પાણીનો ટાંકો આવેલ છે તેનું ઢાંકણું પણ ખુલ્લું અવસ્થામાં છે જે ગમે ત્યારે મોટો અકસ્માત નોતરી શકે છે,શું તંત્ર મોટા અકસ્માત ની રાહ જોય રહ્યું છે?તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લાઈટો ચાલુ કરવામાં આવે તેમ જ ખુલ્લાં ટાંકાનું ઢાંકણું બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના વાલીઓમાં માંગણી ઉઠવા પામી છે અંધારાના કારણે નાના નાના બાળકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગમે ત્યારે જીવજંતુ કરડી જવાનો ડર વાલીઓમાં રહે છે તો હળવદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે માધાપર ના બગીચનોનું યોગ્ય રીતે સાર સંભાળ કરી ચાલુ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોમા માંગણી ઊઠવા પામી છે.