હળવદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તા. ૨૩/૦૫/૨૦૨૪ થી અચોક્કસ મુદતની હડતાલ પર ગયા છે. ત્યારે હળવદ નગર પાલિકા દ્વારા જાહેર આરોગ્યની સ્થિતિ કથળતા તંત્ર દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પર ગયેલ કર્મચારીઓને નોટિસ પાઠવી તાત્કાલિક ફરજ પર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, હળવદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તારીખ 23 /5 /2024 થી ચોક્કસ મુદતની હડતા રોકડ ગયા છે જેને લઇને હળવદ શહેરમાં સાફ-સફાઈ નિયમિત થતી નથી જેની ગંભીર અસર જાહેર આરોગ્ય પર થવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી હડતાલ પર ગયેલ સફાઈ કર્મચારીઓ તાત્કાલિક અસરથી તે જ દિવસે સેનેટરી ઇન્સ્પેક્ટર પાસે ફરજમાં હાજર થાય અને હાજર નહિ થાય તો RPAD થી મોકલેલ નોટિસ કોઈ કારણોસર સ્વીકારવામાં નહીં આવે તો જાહેર આરોગ્ય પર થતી ગંભીર અસર અટકાવવા કર્મચારીઓને છૂટા ગણી નવા સફાઈ કર્મચારીઓની તાત્કાલિક ભરતી કરવામાં આવશે અને કર્મચારીઓની સળંગ નોકરી તે દિવસથી રદ કરવામાં આવશે તેવી નોટિસ પાઠવવામાં આવી છે…