વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજના દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા બ્રહ્મસમાજના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. હળવદમાં ભૂદેવો દ્વારા ધામધુમ પૂર્વક ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન પરશુરામ ચરિત્ર તપ,સંયમ, શક્તિ, પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો આદર્શ પ્રતિક છે. ભગવાન પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન માગ્યા હતા. પહેલું ઇચ્છામૃત્યુ અને બીજું પરશુ( શસ્ત્ર) માગ્યું હતું આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાય અને એને લીધે તેમના કદી પરાજય થયો ન હતો….
હળવદમાં ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં હળવદ તાલુકાન આજુબાજુમાં ગામડામાંથી મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડ્યા હતા. હળવદમાં પરશુરામ યુવા ગ્રુપ તથા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પરશુરામ મંદિર ખાતે હવન, હોમ, મહાઆરતી તેમજ બપોરના સમયે ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા હળવદ શહેરના વિવિધ રાજમાર્ગો પર નિકળી હતી. મોટી સંખ્યામાં ભૂદેવો મુગટ પહેરી ફરસી તલાવાર સહિતના શસ્ત્રો સાથે ઉમટી પડ્યા હતા. શોભાયાત્રામાં સર્વે ભૂદેવો શહેરના રાજમાર્ગો પર ફરી મહાઆરતી અને મહાપ્રસાદ ગ્રહણ કર્યું હતું જે જાજરમાન પ્રસંગની પૂર્ણાહુતિ ગાયત્રી મંદીર ખાતે કરવામાં આવી હતી….