Friday, January 10, 2025
HomeGujaratહોળીનાં પાવન પર્વ નિમિતે હળવદ પાટિયા ગ્રુપ દ્વારા ૫૩૦ કુટુંબને ટોકન દરે...

હોળીનાં પાવન પર્વ નિમિતે હળવદ પાટિયા ગ્રુપ દ્વારા ૫૩૦ કુટુંબને ટોકન દરે કીટનું વિતરણ કરાયું

હળવદમાં શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હળવદ પાટિયા ગ્રુપ દ્વારા આજરોજ ₹૪૦ના ટોકન દરે ૫૩૦ કુટુંબને ખજૂર, બે પ્રકારની ધાણી અને ડાળીયા તેમજ કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદ પાટિયા ગ્રુપ દ્વારા હળવદનાં શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજરોજ ₹૪૦ ના ટોકન દરે ખજૂર બે પ્રકારની ધાણી અને ડાળીયા તેમજ કાપડની થેલી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી મહારાજના હાથે કરવામાં આવી હતી અને પ્રથમ કીટ શ્રી શરણેશ્વર મહાદેવજી દાદાના ચરણોમાં ધરવામાં આવી હતી. તેમજ ગામના મંદિરોમાં પણ પ્રસાદી રૂપે પહોંચાડવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન અને સેવાભાવિ ડી સી દસાડીયા, દલવાડીભાઈ, સંજયભાઈ રાવલ, ઓમભાઈ મહેતા, શૈલેષભાઈ પરમાર, શૈલેષભાઈ પુજારા, પારસભાઈ પરમાર, હર્ષદભાઈ પાટડીયા, રાજુભાઈ દવે અને કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર ૧૦૦ કુટુંબ માટે હતો તેમાંથી ગ્રુપના સભ્યોની ઈચ્છા મુજબ ૫૩૦ કુટુંબ માટે કાર્યક્રમ બની ગયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!