હળવદ પીજીવીસીએલની ટીમે રાત્રીના સમયે ચાલુ વરસાદે જીવના જોખમે અનમોલ બંગ્લોનું ૧૦૦ કે.વીનું વીજ ટ્રાન્સફોર્મર બળી જતાં લોકોને તકલીફો ન પડે તે માટે તાત્કાલિક બદલાવી આપી પ્રશંશનીય કામગીરી કરી હતી. તે બદલ લોકોએ પીજીવીસીએલ કર્મચારીઓની પ્રશંસા કરી હતી.
હળવદના ઘનશ્યામપુર રોડ ઉપર આવેલ અનમોલ બંગ્લોનું ૧૦૦ કે.વીનું વીજ ટ્રાન્સફોર્મર બળી જવાનો ફોન હળવદ શહેર પી.જી.વી.સી.એલ કચેરીના નાયબ ઇજનેરને સોમવારના રાત્રીના સમયે ચાલુ વરસાદ દરમિયાન આવ્યો હતો. ત્યારે વરસતા વરસાદમાં, ફૂકાતા પવનમાં અને અંધારા જેવા અડચણમાં પણ યુધ્ધના ધોરણે કંઈ પણ વિચાર્યા વગર રાત્રીના ૧૨ વાગ્યે હળવદ પીજીવીસીએલ શહેર પેટા વિભાગીય કચેરીના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોએ ચાલુ વરસાદે જીવના જોખમે બળેલ વીજ ટ્રાન્સફોર્મર બદલવાનું કરી શરૂ કર્યું હતું. અને પ્રજાજનોને જીવન જરૂરી એવી વીજળીથી વંચિત રહેવા દીધા ન હતા. અને ગ્રાહકોના પ્રશ્નો અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ પીજીવીસીએલ દ્વારા લાવવામાં આવ્યું છે. પીજીવીસીએલના અધિકારીઓનું મેનેજમેન્ટ અને કર્મચારીઓની સકારાત્મક અભિગમ, કંપની હિતમાં અને હરહંમેશ પ્રજા લક્ષી કામગીરી કરવાનો મુખ્ય ઉદ્દેશ સાથે હંમેશા તત્પર રહે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ પીજીવીસીએલના કર્મચારીઓએ પૂરું પાડ્યું છે. વરસાદ પડતાની સાથે જ લાઈટ ગુલ થાય એટલે લોકો ફરિયાદ કરતા હોય છે કે વરસાદ પડતાની સાથે જ લાઈટ ગુલ થઈ પરંતુ પીજીવીસીએલ કર્મચારીઓ માટે પરિસ્થિતિ અલગ હોય છે. ચાલુ વરસાદે જીવના જોખમે પીજીવીસીએલના અધિકારીઓ કર્મચારીઓ ખડેપગે રહી લોકોને પરેશાની ન થાય તે માટે સજ્જ હોય છે.જે માટે હળવદ નાયબ ઈજનેર જે.એલ.બરંડા તથા સ્ટાફના તમામ કર્મચારીઓને લોકોએ અભીનંદન પાઠવ્યા હતા…