હળવદ તાલુકાનાં ઘનશ્યામપુર ગામે સૌપ્રથમવાર તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી છે.જેમાં હળવદ મામલતદાર એન એસ ભાટીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મિત જાબુકીયાએ અવનવા યોગાના દાવ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
તેમજ હળવદ મામલતદારના હસ્તે ગામના વિકાસ માટે સરપંચને પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ ધ્વજ વંદન કાર્યક્રમમાં પોલીસ રાજકીય આગેવાનો ગ્રામજનો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.