Wednesday, May 8, 2024
HomeGujaratમાળીયા(મી) ના તરઘરી ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી

માળીયા(મી) ના તરઘરી ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી

આજ રોજ ૭૬માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત માળીયા(મી) તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં માળીયા (મી) ના તરઘરી ગામે સ્વતંત્રતા પર્વની માળીયા તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માળીયા મામલતદાર ડી.સી.પરમાર ના હસ્તે ધ્વજ લહેરવવામાં આવ્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ માળીયા પોલીસ ના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત સદસ્ય અસ્મિતાબેન ચીખલીયા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ટીડીઓ આર એ કોઢિયા, માળીયા પીએસઆઈ બી.ડી.જાડેજા તાલુકા પંચાયત સદસ્ય નિર્મલસિંહ તેમજ તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરિયા, ગ્રામજનો અને એસએમસી શાળા નો શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!