હળવદની વૃંદાવન નગર સોસાયટી માં રોડ રસ્તા અને લાઈટ મામલે મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચી હતી.જેમાં વૃંદાવન નગર સોસાયટી વિસ્તારના રહેવાસીઓ દ્વારા તંત્ર ને અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યા નો નિવેડો ન આવતા રોષે ભરાયેલી પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો .
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં સમયથી હળવદ ના વોર્ડ નમ્બર પ માં આવેલ વૃંદાવન નગર સોસાયટી ના લોકોને રસ્તાઓ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે ત્યારે બિસ્માર રસ્તાઓ થી સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે જેને કારણે સોસાયટી વિસ્તારની મહિલાઓએ હળવદ નગરપાલિકા એ રોષ ઠાલવ્યો હતો અને મ જો હજુ પણ આગામી દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું મહિલાઓએ જણાવ્યું હતું.