Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર પોલીસની શી ટિમ દ્વારા માસૂમ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવાયું

વાંકાનેર પોલીસની શી ટિમ દ્વારા માસૂમ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવાયું

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની શી ટિમ દ્વારા વાંકાનેર તાલુકામાથી મળી આવેલ બાળકીનું તેના માતા-પિતા સાથે સુખદ મીલન કરાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકામાં પોલીસની શી ટિમ કામગીરીમાં હતી આ દરમ્યાન વાંકાનેરની પંચાસીયા પવનસુત પેપરમીલ પાસેથી ૬ વર્ષની એક બાળકી રડતી હાલતમાં મળી આવી હતી.જેનું નામ પુછતા પોતાનુ નામ અન્નપુર્ણા જીતેન હોવાનુ જણાવ્યું હતું. આથી શી ટીમાં સ્ટાફે માસૂમ બાળકીના માતાપિતાની શોધ ખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઇ ભાળ ન મળતા બાળકીને પોલીસ મથકે લાવી લાવી નવા કપડા અપાવી તથા નાસ્તો – પાણી કરાવી પોલીસ સ્ટાફે બાળકીના વાલીવારસની શોધખોળ કરતા તેના પિતા જીતેનભાઇ કૈલાશભાઇ વસુનીયા (રહે – હાલ માઇક્રોન કંપનીમાં, એમ.પી ) મળી આવ્યા હતા આથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની શી ટીમે તેના માતા- પિતા સાથે સુખદ મીલન કરાવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!