Saturday, March 14, 2026
HomeGujaratહળવદ: રાવલફળીમાં બુટલેગરના રહેણાંકમાંથી વિદેશી દારૂના ૨૩૮ ચપલા ઝડપાયા

હળવદ: રાવલફળીમાં બુટલેગરના રહેણાંકમાંથી વિદેશી દારૂના ૨૩૮ ચપલા ઝડપાયા

હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે ધ્રાંગધ્રા દરવાજા નજીક રાવલફળીમાં બુટલેગરના રહેણાંક મકાને રેઇડ કરતા, જ્યાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૨૩૮ નંગ બોટલ ઝડપાઇ હતી. રેઇડ દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા હળવદ પોલીસે તેને આ કેસમાં ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ટાઉનમાં ધ્રાંગધ્રા દરવાજા અંદર રાવલફળીમાં બુટલેગર કિશન બાબરીયાએ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસે ઉપરોક્ત બુટલેગરના રહેણાંકે દરોડો પાડ્યો હતો, દરોડા દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૨૩૮ નંગ બોટલ કિ.રૂ.૨૩,૮૦૦/-મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી કિશનભાઈ ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયા રહે. હળવદ વાળો હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરીને તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!