Tuesday, January 14, 2025
HomeGujaratહળવદ:હથિયાર સાથે નૃત્ય કરતા અને અપશબ્દોનો ઉપયોગ કરતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુકવા...

હળવદ:હથિયાર સાથે નૃત્ય કરતા અને અપશબ્દોનો ઉપયોગ કરતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુકવા બાબતે ફરિયાદ નોંધાઈ.

બે દિવસ પહેલા રાણેકપર ગામે સ્વીફ્ટ કારમાં આતંક મચાવનાર મયુરનગરના ઈસમ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે મયુરનગર ગામના જયદીપ ડાભી સામે ઈન્સ્ટાગ્રામ પર એક હાથમાં ધારીયું, તલવાર બીજા હાથમાં બોટલ સાથે નૃત્ય કરતો વીડિયો મૂકી જનમાનસમાં ભય ફેલાવવા બાબતે યુવક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ઉપરોક્ત આરોપી રાણેકપર ગામે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જી કાર રેઢી મૂકીને નાસી ગયો હતો, જે બાદ કારમાંથી વિદેશી દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા, હાલ હળવદ પોલીસે આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકના આઈએસઆઈ

ગીરીશકુમાર પરબતસંગ ટાપરીયા દ્વારા આરોપી જયદીપ દિનેશભાઇ ડાભી રહે.મયુરનગર તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી જયદીપે ઈન્સ્ટાગ્રામ પર jayu_meldi_5188 નામના એકાઉન્ટની સ્ટોરીમાં એક વીડિયો અપલોડ કરાયો હતો. આ વીડિયોમાં ઉપરોક્ત આરોપી જયદીપ ડાભી જાહેરમાં એક હાથમાં લોખંડનું ધારીયુ અને તલવાર તથા બીજા હાથમાં બોટલ લઈને નાચ-ગાન કરતા જોવા મળ્યો હતો. વિડિયોમાં સાથે સાથે તે બીભત્સ ભાષાનો ઉપયોગ કરી કોઈ પ્રવાહી પીતા જોવા મળ્યો હતો. સાથે સાથે વીડિયોમાં એક મોબાઈલ નંબર ૭૨૦૧૯૧૮૮૯૬ મેસેજ તરીકે ટાઈપ કરીને દર્શાવવામાં આવ્યો હતો.

ઉપરોક્ત ફરિયાદ અન્વયે હળવદ પોલીસની તપાસમાં આ વીડિયોમાં દર્શાવાયેલ ઇસમ મયુરનગર ગામનો છે અને અપલોડ કરેલું એકાઉન્ટ પણ તેનું પોતાનું છે. હાલ હળવદ પોલીસે જાહેરમાં ભય ફેલાય તેવા વિડીઓ અપલોડ કરવા બાબતે આરોપી જયદીપ દિનેશભાઇ ડાભી વિરુદ્ધ બીએનએસ કલમ તથા જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!