હળવદ પોલીસ એક પીસ્ટલ, બે મેગ્જીન, જીવતા ૧૭ કારતૂસ સહીત કુલ ૧૦,૧૨,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે અમદાવાદ-માળીયા(મી) હાઇવે ઉપર કવાડીયા ચેકપોસ્ટ ખાતેથી એક્સયુવી કારમાં પીસ્ટલ, બે મેગ્જીન તથા જીવતા ૧૭ કારતૂસ સાથે હાલ અમદાવાદ રહેતા મૂળ રાજસ્થાની વેપારીને પકડી લેવામાં આવ્યો છે, પકડાયેલ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ ટીમ અમદાવાદ માળીયા હાઇવે રોડ કવાડીયા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન એએસઆઇ અજીતસિંહ નટુભા સિસોદીયા તથા કોન્સ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે એક મહિન્દ્રા એક્સયુવી-૭૦૦ફોર વ્હીલ કાર રજી.નં. જીજે-૨૭-ઈસી-૯૭૮૯માંથી આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી ઉવ.૪૨ હાલરહે.એ-૩૦૩ શ્રીનાથ રેસીડન્સી નારોલ, અમદાવાદ મુળરહેવાસી ગામ ખેડીદેવીસિંહ તા.નદવઇ જી.ભરતપુર રાજ્ય રાજસ્થાન વાળા પાસેથી લોખંડની પીસ્ટલ નંગ ૧, મેગ્જીન ૨ તથા જીવતા કાર્ટીસ નંગ ૧૭ કિ.રૂ. ૧૨,૨૦૦/-સાથે પકડી લઈ કાર સહિત કુલ કિ.રૂ.૧૦,૧૨,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.