હળવદના કુંભાર દરવાજા કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટ તા.હળવદ મુળરહે-તગડી ગામ તા.ધંધુકા જી.અમદાવાદના વતની નાગરભાઇ હનુભાઇ કોગતીયા ઉવ.૪૭ ગઈકાલે છત(ધાબા) ઉપર સુતા હોય ત્યારે વહેલી સવારે પેશાબ કરવા ઉઠેલ ત્યારે ઉંઘમા છતના પગથીયા ભુલી જતા, છત(ધાબા) ઉપરથી નીચે પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થતા નાગરભાઈનું મૃત્યુ નિપજ્યું હતું, હાલ હળવદ પોલીસે મૃતકના સગા જશમતભાઇ જગમાલભાઇ કુનપરા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી, નાગરભાઈના મૃત્યુ અંગે અ. મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.