હળવદ ટાઉનમાં ભવાનીનગર ઢોરા નજીક આવેલ ત્રણ માળીયા ના ખુલ્લા પટ્ટમાં જાહેરમાં વર્લી ફિચર્સના અલગ અલગ આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા ધિરુભાઇ ગોવિંદભાઇ રાઠોડ ઉવ.૬૫ રહે. ચોત્રાફળી હળવદવાળાને પોલીસે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે હળવદ પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૬૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.