હળવદ પોલીસે વેગડવાવ ફાટક નજીક આઈ-૨૦ કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી બે યુવાનોને ઝડપી પાડ્યા છે. પોલીસે કાર સહિત રૂ. ૨.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે વેગડવાવ ફાટક નજીક ઇશનપુર રોડ ઉપરથી હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર રજી.નં. જીજે-૦૧-કેબી-૫૬૫૬ માંથી વિદેશી દારૂ ૧૮૦મીલી.ની ૫૦ બોટલ કિ.રૂ.૫,૦૦૦/-તથા બિયરની અલગ અલગ બે બ્રાન્ડના ૯૬ બિયરના ટીન કિ.રૂ.૧૯,૨૦૦/- સહિત કુલ કિ.રૂ.૨૪,૨૦૦/-ના જથ્થા સાથે આરોપી ધ્રુવ ઠાકરશીભાઇ પરમાર ઉવ.૧૯ તથા આરોપી ધ્રુમિત જયંતિભાઇ સોનાગ્રા ઉવ.૧૯ બન્ને રહે સ્વામિનારાયણ નગર હળવદ વાળાની અટક કરી હતી. આ સાથે હળવદ પોલીસે આઈ-૨૦ કાર સહિત રૂ.૨,૨૪,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ સગરુ કરી છે.









