હળવદના બસ સ્ટેન્ડ પાછળ રહેણાંકમાંથી વિદેશી દારૂની નાની મોટી ૧૬૫ બોટલ તથા બિયરના ૭૨ ટીનનો જથ્થો હળવદ પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા, તેને ફરાર દર્શાવી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી, આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અન્યસર, હળવદ પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે ટાઉનમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગીરીશભાઇ જગદીશભાઈ પરમારના રહેણાંકમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ હાલ હજુ ચાલુ હોય, જે મુજબની બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની ૭૫૦મીલી.ની ૩૨ બોટલ, ૧૮૦મીલી.ની ૧૩૩ નંગ બોટલ તથા ૭૨ નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. ૪૪,૭૫૬/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જ્યારે દરોડા દરમિયાન આરોપી ગીરીશભાઇ પરમાર હાજર નહિ આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ છે.