હળવદના ટીકર નજીક લખીયાસર તળાવ પાસે રોડ પર અચાનક ભુંડ આવતા બાઈક સ્લીપ થયું હતું, ત્યારે આ અકસ્માતમાં બાઈક ચાલક ગણપતભાઈ નરશીભાઈ જીંઝુવાડીયા રહે.માળીયા(મી)ના વેજલપર ગામ વાળાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પાછળ બેઠેલા સુરેશભાઈ ઇન્દરીયાને સાથળના ભાગે ઈજા થઈ હતી.
હળવદ તાલુકાના ટીકર નજીક લખીયાસર તળાવ પાસે માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ગત તા.૨૨ માર્ચના રોજ વેજલપર ગામના ગણપતભાઈ નરશીભાઈ જીંઝુવાડીયા ઉવ.૫૨ અને સુરેશભાઈ રમેશભાઈ ઇન્દરીયા ઉવ.૩૦ તેમના સુપર સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એએન-૩૦૮૩ ઉપર હળવદ તાલુકાના દિઘડીયા ગામે માંડવામાં જતા હતા. ત્યારે તેઓ ટીકર નજીક લખીયાસર તળાવ પાસે આવેલ નાળા પાસે પહોંચ્યા ત્યારે રસ્તા પર અચાનક ભુંડ આવી જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. જે અકસ્માતમાં ગણપતભાઈ નરશીભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા એમનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે સુરેશભાઈને ડાબા પગમાં સાથળના ભાગે ઇજા પહોંચી, ત્યારે ઘાયલ સુરેશભાઈ પાસેથી હળવદ પોલીસે પ્રાથમિક વિગતો મેળવી ગણપતભાઈના મૃત્યુના બનાવમાં અ. મોતની એન્ટ્રી કરી તપાસની તજવીજ હાથ ધરી છે.