હળવદ ટાઉનમાં દુકાન ચલાવતા યુવકની દુકાન પાસે આવી એક ઈસમ દ્વારા ‘ગામમાં હવા કરે છે અને છોકરીઓ સામે જોવે છે’ તેવા આક્ષેપ કરી યુવકને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે અત્રેના પોલીસ મથકમાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, હળવદમાં રાવલફળીમાં રહેતા નયનગીરી પ્રવિણગીરી ગોસાઇ ઉવ.૪૦ એ આરોપી રવીભાઇ મનુભાઇ રબારી રહે.ગામ વેગડવાવ તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૦૫/૦૪ના રોજ આંબેડકર સર્કલ પાસે ગોસાઇ સીંગ સેંન્ટર દુકાન બહાર આરોપી રવિભાઈએ ફરીયાદીને ‘કેમ ગામમા હવા કરેશ અને છોકરીઓ સામે જોવે છે’ તેમ કહી આરોપીએ ફરીયાદી નયનભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી, જે બાદ નયનભાઈને મોઢા ઉપર, પડખામા તથા જમણા પગે ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજા કરી અને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.