હળવદ તાલુકાના અજીતગઢ ગામે છતની સીડી પરથી પગ લપસતા નીચે પડેલા ૩૫ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે.
હળવદ તાલુકાના અજીતગઢ ગામે વાસુદેવભાઈ ગગજીભાઈ ઇટોદરા ઉવ.૩૫ ગત તા.૧૫/૦૨/૨૦૨૬ના રોજ પોતાના ઘરે ધાબાની સીડી પરથી અકસ્માતે પગ લપસતા નીચે પટકાયા હતા. જેમાં તેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









