Wednesday, November 19, 2025
HomeGujaratહળવદ: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

હળવદ: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

હળવદ: માળીયા હાઇવે ઉપર આવેલ હોટલમાં આવતા મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ-સંચાલકની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી.વ્યાસની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ ટીમે ચેકીંગ દરમીયાન હળવદ-માળીયા હાઇવે ઉપર આવેલ રાધે-ઇન હોટલમાં રોકાયેલ મુસાફરોની નોંધ પથીક સોફટવેરમાં નહી કરી તેમજ મુસાફરોના ઓળખના પુરાવા નહી મેળવી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા હોટલ સંચાલક મળી આવતા ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આ સાથે હોટલ સંચાલક આરોપી નરેશકુમાર લાલુજી પટેલ ઉવ.૨૭ રહે. રાધે-ઇન હોટલ હળવદ માળીયા હાઇવે તા.હળવદ મુળરહે.દેવગામ તા.જી.સલુંબર(રાજસ્થાન) વાળાની અટક કરી તેના વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!