હળવદ પોલીસ દ્વારા વધુ ત્રણ સ્થળોએ તપાસ ચલાવી પરપ્રાંતિય મજૂરોને કામે રાખી તેના આઇડી તેમજ મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ત્રણ ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા અંતર્ગત હળવદ પોલીસ ટીમ તપાસની કામગીરીમાં હોય ત્યારે અલગ અલગ ત્રણ સ્થળોએ પરપ્રાંતિય મજૂરોને કામ ઉપર રાખી તેના આઇડી પ્રૂફ કે મોરબી એસ્યુર્ડ એપમાં નોંધણી ન કરનાર બે કારખાના-માલીક અને એક ભંગરના ડેલા-માલીક એમ ત્રણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમા પ્રથમ દરોડામાં યુનિવર્સલ ટાઉનશીપમાં આવેલ બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતિય કર્મચારીઓના આઇડી પ્રૂફ કે તેમની સંપૂર્ણ વિગતો તથા તમામ કર્મચારીઓનું મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ઇન્ડસ્ટ્રીઝ-માલીક મહેશભાઈ ઈશ્વરભાઈ સંઘાણી ઉવ.૩૭ રહે. હળવદ ચંદ્રપાર્ક સોસાયટી વાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે બીજા દારોડામાં, યુનિવર્સલ ટાઉનશીપમાં પ્રસાદ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ચેક કરતા તેના માલીક યાજ્ઞિકભાઈ માધાભાઈ ગોળ ઉવ.૩૨ રહે.વસંત પાર્ક સોસાયટી હળવદ વાળાએ તેમની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મજૂરોના આઇડી પ્રૂફ મેળવેલ ન હોય તેમજ મોરબી એસ્યુર્ડ એપમાં નોંધણી ન કરી હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સિવાય હળવદ-માળીયા હાઇવે ઉપર ક્રિષ્ના હોટલ પાસે ભંગરના ડેલાના માલીક શોભારામભાઈ છીતરમલભાઈ ગુર્જર ઉવ.૨૫ રહે. મૂળ ભચરડીયા કુંદવા ગામ જી.રાજસમંદ રાજસ્થાન વાળા જાહેરનામા વિશે માહિતગાર હોવા છતાં ત્યાં કામ કરતા મજૂરોનું આઇડી કાર્ડ સહિતની વિગતો તથા મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવેલ હોય ત્યારે હળવદ પોલીસ દ્વારા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.