Monday, December 23, 2024
HomeGujaratહળવદ:વધુ એક ટ્રકમાં માટીની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂનો જથ્થો પકડી...

હળવદ:વધુ એક ટ્રકમાં માટીની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂનો જથ્થો પકડી લેવાયો

ક્રાઇમ બ્રાંચ પોલીસે બિયરની ૯૪ પેટી(કિ.રૂ.૨.૮૨ લાખ) જપ્ત કરી.

- Advertisement -
- Advertisement -

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના સુખપર ગામ નજીક હાઇવે રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ બિયરના ટીન નંગ-૨૨૫૬ કિ.રૂ.૨.૮૨ લાખ તથા ટ્રક ટેઇલર સહિત કુલ કિ.રૂ.૨૨.૮૭ લાખનો મુદ્દામાલ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે માલ મોકલનાર અને મંગાવનાર આરોપીઓના નામ ખુલવા પામ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાંચ પોલીસે તમામ વિરુદ્ધ તથા તપાસમાં ખુલ્લે તેની સામે હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા એલસીબી પીઆઇ એમ.પી.પંડયાને સુચના કરેલ હોય જેથી તેઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા તથા વી.એન.પરમાર તેમજ એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ કાર્યરત હતા દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેલર નં. આરજે-૦૬-જીસી-૨૯૭૧ હળવદ તરફ આવનાર છે. જે ટ્રક ટ્રેલરના પાછળના ભાગે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે અનુસંધાને એલસીબી ટીમ અમદાવાદ-હળવદ હાઇવે સુખપર તથા શક્તિનગર ગામ વચ્ચે રોડ ઉપર વોચમાં હોય, દરમિયાન બાતમી મુજબનું ટ્રક ટ્રેલર નીકળતા તેને રોકી તેમાં તલાસી લેતા તેમાથી કિંગફિશર પ્રીમિયમ બીયરની પેટીઓ નંગ-૯૪ જેમાં ટીન નંગ-૨,૨૫૬ મળી આવ્યા હતા આથી ટ્રક ચાલક આરોપી રામેશ્વરલાલ ઉર્ફે રમેશ નંદાજી ગુર્જર ઉવ.૩૫ રહે.હાલ જેતપુરા કલ્લા તા.ભડેસર જી.ચિતોડગઢ (રાજસ્થાન) મુળરહે.લક્ષ્મીપુરાગામ તા.ભડેશર જી.ચિતોડગઢ (રાજસ્થાન) વાળાની અટકાયત કરવામાં આવી છે.

વધુમાં પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં માલ મોકલનાર આરોપી દેવેંદ્રસિંહ ઉર્ફે દેવશા રાઠોડ રહે.ચિતોડગઢ રાજસ્થાન તથા માલ મંગાવનાર આરોપી મયુરભાઇ ઉર્ફે કાલી રહે.હળવદ જી.મોરબીવાળાના નામની કબુલાત આપી હતી. આ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે ટ્રક ટેઇલર કિ.રૂ. ૨૦ લાખ તથા બિયરનો જથ્થો ૨.૮૨ લાખ એમ કુલ ૨૨.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં કેસ નોંધાવી ફરાર આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ સાથે મોરબી જીલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે કે આરોપીઓ કઇ રીતે બહારના રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે, જેમાં તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ દ્વારા ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય જેથી ખાસ પદ્ધતિ દ્વારા ટ્રક ટ્રેલરના ચાલકે પોતાની ટ્રકમાં માટીની આડમાં બિયરનો જથ્થો સંતાડી રાજસ્થાન રાજયમાંથી ભરી લાવી ગુજરાતમાં ઘુસાડેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!