હળવદના કુંભાર દરવાજા વિસ્તારમાં રહેતી મંગેતરને મુકવા આવેલ ધ્રાંગધ્રાના ભાવિ પતિ સહિતના પરિવાર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી, તે જ વિસ્તારમાં રહેતા પાંચ જેટલા શખ્સોએ ધોકા, પાઇપ તથા તલવાર વડે હુમલો કરી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી, હુમલાની ઘટનામાં વચ્ચે છોડાવવા આવેલ એક મહિલા સહિત ત્રણ સભ્યોને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચેય શખ્સો ચાલ્યા ગયા હતા, ત્યારે સમગ્ર બનાવ બાદ પ્રાથમિક સારવાર લીધા બાદ ભોગ બનનાર પરિવાર દ્વારા હળવદ પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, સુ.નગર જીલ્લાના ધ્રાંગધ્રા ગામે રહેતા ગુલમહમદભાઈ ઇબ્રાહિમભાઈ મકરાણીએ હળવદ પોલીસ મથકમાં આરોપી આરીફ ગુલાબ ભટ્ટી, સીરાજ અબુભાઈ ભટ્ટી, ઇમરાન ગુલાબભાઈ ભટ્ટી, રિયાજ સલીમભાઈ ભટ્ટી તથા મુસ્તાક સલીમભાઈ ભટ્ટી રહે. બધા હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૭/૦૪ના રોજ ફરિયાદીની પત્ની, નાનો દીકરો અને મોટો દીકરો અને તેની મંગેતર સાથે દસાડા ગામે સગાઈમાં ગયા હોય ત્યારે ત્યાં ઉપરોક્ત આરોપીઓ સાતગે ફરિયાદીના મોટા દીકરા હિદાયતને બોલાચાલી ઝઘડો થયો હોય, જે ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું હતું, સગાઇના પ્રસંગ બાદ ફરિયાદી સહિત પરિવારના સભ્યો હિદાયત ની મંગેતરને હળવદ ખાતે તેના માવતરે મુકવા ગયા હોય ત્યારે ઉપરોક્ત આરોપીઓ ત્યાં આવી, ફરિયાદીના પુત્ર હિદાયતને ઘર બહાર બોલાવી ધોકા, પાઇપ તલવાર તથા ઢીકા પાટુ વડે તેને માર મારવા લાગ્યા હતા, જે બાદ હિદાયતને છોડાવવા વચ્ચે પડેલ તેના ભાવિ સાસુને હાથમાં પાઇપ મારી દેતા તેને પણ ઇજા પહોંચી હતી, તથા તમામ સભ્યોને ગાળો આપી, તેમના ઉપર તલવાર ઉગામી હતી, આ દરમિયાન દેકારો થતા આજુબાજુના ઘરવાળાઓ ભેગા થઈ જતા, પાંચેય આરોપીઓએ ‘આજ તો બચી ગયા હોવી પછી હળવાદમાં આવશે તો જાનથી મારી નાંખશું’ તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા, હાલ ફરિયાદીની ફરિયાદને આધારે હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.