હળવદ ટાઉનમાં લોખંડના પાઇપ અને ઢીકા પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવ અંગે નોંધાયેલ ફરિયાદ મુજબ, હળવદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ પરમાર ઉવ.૩૬ એ આરોપી જયેશ કાળુભાઇ પરમાર, મોહિત અને અમન પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર, ફરીયાદી પ્રકાશભાઈના પિતાને અગાઉ તેના ભાઇ સાથે માથાકુટ થયેલ હોય જેનુ મન:દુખ રાખી ગઈ તા.૦૮/૦૬ ના રોજ હળવદ ટાઉનમાં સખી મરચા ફ્લોર મીલ પાસે આરોપી જયેશ પરમારે ફરીયાદી પ્રકાશભાઈ સાથે બોલાચાલી કરી જપાજપી કરી ગાળો દઈ પોતાના હાથમા રહેલ લોખંડની પાઇપ માથામા ઉપરના ભાગે માર મારી ઈજા કરેલ હતી. તથા આરોપી મોહિત તથા આરોપી અમન એ પ્રકાશભાઈને માર મારી ગાળો આપી ગુન્હામાં એકબીજાને મદદગીરી કરી હતી. દેકારો થતા આજીબાજુના લોકોએ પ્રકાશભાઈને વધુ મારથી છોડાવેલ ત્યારે જતા જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હ હલબદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.