હળવદના રણજીતગઢ ગામે ખેતરોમાં વિજપોલ નાખવા બાબતે ખેડૂતોનો હોબાળો : પોલીસે ખેડૂતોની અટકાયત કરી
હળવદમાં વીજપોલ નાખવા મામલે છેલ્લા ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી છે જેમાં વિજપોલ નાંખતી ખાનગી કંપની અને ખેડૂત આમને સામને આવી ગયા છે ત્યારે આજે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં થી ખેડૂતોના ખેતરોમાં પસાર થતી વિજલાઈન નાખતી કંપનીઓ સામે વિરોધ કરી યોગ્ય વળતર માટે માંગ કરી છે અન્ય ખેડૂતોની સાપેક્ષમાં હળવદના ગ્રામ્ય પંથકના ખેડૂતોને વળતર ન મળતું હોવાથી ખેડૂતોએ વિજપોલ નાખતી કંપનીઓ સામે બળવો પોકાર્યો હતો જેમાં આજે રણજીતગઢ ગામે આજે ખેડૂતોએ ખાનગી કંપની સામે બંડ પોકાર્યો હતો જો કે સમગ્ર બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ ર્ક્યો હતો જેમાં હળવદ પીઆઇ પી કે દેકાવાડિયા સહિતની ટિમ અને હાજર ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું જો કે પોલીસે કોર્ટમાં જઈને સ્ટે લેવા માટે ખેડૂતોને જણાવી આવા વિરોધ ન કરવા અને કામ મ અટકવવા અપીલ કરી હતી આમછતાં ખેડૂતો શાંત ન થતાં પોલીસે ખેડૂતોની અટકાયત કરી હાલ હળવદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.