હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગ માં ફાયરિગ કરનાર દિનેશ દેવાભાઈ મહાલીયાએ 190 થી 200 લોકો ભેગા કરી અને જાહેરનામનો ભંગ કરી લોકોના જીવ જોખમાય એ રીતે ફાયરીગ કર્યા હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધ્યો.
હળવદ ના ખોડ ગામે લગ્ન પ્રસંગમા બારબોર જોટાથી ફાયરીંગ કરાયા હોવાના વિડીયો વાયરલ થયા હતા જેમાં એક વ્યક્તિ ડિજેના તાલે જુમતા જુમતા લોકોના ટોળા વચ્ચે બેફિકરાઇથી ફાયરીંગ કરાયું હતું જેમાં આજુબાજુમા નાના બાળકો અને મહિલા નાચી રહ્યા હોવા છતાં આવી બે ફિકરાઇ થી ફાયરીગ કરતા લોકોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો આ ફાયરીગ કરનાર શખ્સ ટીકર ગામનો દીનેશ દેવભાઈ મહાલીયા હોવાનું બહાર આવ્યું હતું જેઠી પોલિસે જાતે ફરીયાદી બની અને જાહેરનામા ભંગ અને બેફિકરાઈ પૂર્વક લોકોના જીવ જોખમાય એ રીતે ફાયરીંગ કર્યાની પોલીસ ફરીયાદ કરી અને આરોપી દિનેશ દેવાભાઈ મહાલીયા ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે ત્યારે આરોપી દિનેશભાઈ નિવૃત આર્મીમેન અને હાલ ટિકર દેના બેંકના ગોર્ડ તરીકે ફરજ બજાવતાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે આ મામલે આગામી સમયમાં મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ વધુ માહિતી માટે પત્રકાર પરિષદ કરી માહિતી આપશે.