હળવદમાં બે વર્ષ પહેલાં યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે યુવતીના ભાઈઓ સાથે બોલાચાલી બાદ સમાધાન થયું હોય જે બાબતનું મનદુઃખ રાખી હાલ તે યુવક ઉપર યુવતીના ભાઈઓ દ્વારા લોખંડના લાઈપ અને લાકડાના ધોકાઓ સાથે હુમલો કરી યુવકના બંને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય ઈસમો સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા, હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, હળવડમાં સરા રોડ ઉપર આંબેડકર નગર-૧ માં રહેતા અમિતભાઇ વજુભાઇ રાઠોડ ઉવ.૩૦ એ હળવદ પોલીસ સમક્ષ આરોપી મહેશભાઈ હરીદાસભાઈ પરમાર, ભાવેશભાઈ હરીદાસભાઈ પરમાર, મયુર ઉર્ફે મયલો રમેશભાઈ પરમાર તથા જયેશભાઇ મોહનભાઇ શેખાવા બધા રહે.હળવદ બસ સ્ટેન્ડ પાછળવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૦૬/૦૧ના રોજ અમિતભાઇ પોતાના ઘર પાસે ઇકો કાર પાર્ક કરતા હોય ત્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓ એક મોટર સાયકલ તથા એક મોપેડ લઈને ત્યાં આવ્યા અને ચારેય આરોપીઓએ બે વર્ષ અગાઉ તેમની બહેન સાથેના પ્રેમ સંબંધ બાબતે સમાધાન થઈ ગયું હોય જે બાબતનો ખાર રાખી અમિતભાઈને લોખંડના લાઈલ અને લાકડાના ધોકા વડે બેફામ માર મારવામાં આવ્યો હોય ત્યારે દેકારો થતા આજુબાજુથી લોકો આવી જતા ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા, ત્યારે અમિતભાઈને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા જ્યાં તેમના બંને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચ્યા અંગે હાજર ડોક્ટરે સારવાર ચાલુ કરી હતી જે ફરિયાદને આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.