ગઈકાલે હળવદ જીઆઇડીસી માં આવેલ સાગર સોલ્ટ કારખાના માં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી જેમાં ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા અને આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા અને મુખ્યમંત્રી પણ તાબડતોબ હળવદ ખાતે દોડી આવ્યા હતા.
જેમાં ગઈકાલે રાત્રે ૧૨ મૃતકો પૈકી ૯ મૃતકોની અંતિમક્રિયા કરવામાં આવી હતી જેમાં હળવદ શહેર ના લોકો, જીઆઇડીસી માં કામ કરતા લોકો,ઉદ્યોગકારો, તથા મોરબી ના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ,ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા અને હળવદ ન અગ્રણી નેતાઓ તપનભાઈ દવે સહિતના જોડાયા હતા ને આખું હળવદ હિબકે ચડ્યું હતું.
ત્યાર બાદ આજે હળવદ શહેર શોકગ્રસ્ત જણાયું હતું હળવદના ઈતીહાસમા પ્રથમ વખત આવડી મોટી દુર્ઘટના સર્જાઈ છે ત્યારે હળવદ શહેર ના તમામ વેપારીઓ દ્વારા સ્વયંભૂ અડધો દિવસ સજ્જડ બન્ધ પાડી ને શોકસભા માં વેપારીઓ અને હળવદના શહેરીજનો દ્વારા મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.