Tuesday, June 3, 2025
HomeGujaratહળવદ: ચોરીના મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપીને દબોચી લેતી હળવદ પોલીસ

હળવદ: ચોરીના મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપીને દબોચી લેતી હળવદ પોલીસ

હળવદ ટાઉનમાં વેગડવાવ રોડ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ દ્વારા પોકેટ કોપની મદદથી ચોરાઉ બાઇક સાથે એક ઇસમને ઝડપી લેવાયો છે, આ સાથે પકડાયેલ આરોપી પાસેથી ચોરી કરેલ બજાજ પ્લેટીના બાઇક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં પોકેટ કોપનો ઉપયોગ કરી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પીએસઆઇ એચ.એન.ગઢવી પોલીસ ટીમ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ વેગડવાવ રોડ પર એક શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ રજી. નં. જીજે-૦૬-એચઆર-૫૬૬૫ વાળા સાથે નીકળતા તેને રોકી મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપતો ન હોય જેથી પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશન મારફતે મોટર સાયકલના માલીક સર્ચ કરતા “વાસુદેવભાઈ કેશાભાઈ ઈટોદરા રહે.ટીકર ગામ તા.હળવદ જી.મોરબી”નું સામે આવતા, મોટર સાયકલ ચાલકને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોટર સાયકલ હળવદ દશામાના મંદીર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી તુરંત આરોપી વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયક ઉવ.૨૦ રહે.હાલ માથક ગામની સીમ તા-હળવદ મુળરહે-વાડોદર ઘંટી તા-મોરવાહડફ જી.પંચમહાલ વાળાની અટક કરી તેની પાસેથી મોટર સાયકલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!