Thursday, April 3, 2025
HomeGujaratહળવદ ધારાસભ્યની રજૂઆત ફળી: મુખ્યમંત્રીએ બે કોઝવે પર કાયમી હાઈલેવલ બ્રિજ બનાવવા...

હળવદ ધારાસભ્યની રજૂઆત ફળી: મુખ્યમંત્રીએ બે કોઝવે પર કાયમી હાઈલેવલ બ્રિજ બનાવવા મંજૂરી આપી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના હળવદ-ટીકર એસ. એય – ૨૧ કક્ષાના રસ્તા પર કી. મી. ૧૬/૫૦૦ થી ૧૭/૫૦૦ વચ્ચે ટીકર ગામ પાસે બ્રાહ્મણી નદી પર આશેર ૨૫૦ મીટર લંબાઈનો જુનો હયાત કોઝવે પર અને હળવદ-સરા રોડના કી.મી. ૧૭/૭૦૦ થી ૧૮/૦૦ વચ્ચે દિધડીયા ગામ પાસે બ્રાહમણી નદી પર અંદાજે ૨૫૦ મીટર લંબાઇના હયાત કોઝ-વેના બદલે બંને જગ્યાએ બારમાસી હાઈલેવલ બ્રીઝ બનાવવાની સૈધ્ધાંતિક મંજુરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના હળવદ-ટીકર એસ. એય – ૨૧ કક્ષાના રસ્તા પર કી. મી. ૧૬/૫૦૦ થી ૧૭/૫૦૦ વચ્ચે ટીકર ગામ પાસે બ્રાહ્મણી નદી પર આસરે ૨૫૦ મીટર લંબાઈનો જુનો હયાત કોજ વે પર થી અંદાજે ૬૦ થી ૭૦ ટન ભરેલ મીઠા અને રેતીની ગાડીઓનો હેવી ટ્રાફિક થાય છે. તેમજ ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદને કારણે પાણી ઓવર ટોપીંગ થતા વર્ષમાં લગભગ ૨ – ૩ વખત ૬ – ૭ દિવસ આ રસ્તો બંધ રાખવો પડે છે. જેના કારણે ટીકર, ઘાંટીલા, માનગઢ, અજીતગઢ વગેરે ગામોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ હળવદ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો હળવદ-સરા રોડના કી.મી. ૧૭/૭૦૦ થી ૧૮/૦૦ વચ્ચે દિધડીયા ગામ પાસે બ્રાહમણી નદી પર અંદાજે ૨૫૦ મીટર લંબાઇના હયાત કોઝ-વેના ઉપરવાસમાં બ્રાહમણી ડેમ આવેલો છે. જે દર વરસે ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદના કારણે બ્રાહમણી ડેમના દરવાજા ખોલતા કોઝ વે ઉપરથી અંદાજે ૭ થી ૮ ફૂટ જેટલું પાણી પસાર થવાને કારણે આ રસ્તો ૨ – ૩ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેતો હોય છે. લોકોને તાલુકા કે જિલ્લા મથકે આવવા માટે અન્ય વૈકલ્પીક રસ્તો ન હોવાને કારણે સરા ગામ વિખૂટુ પડી સંપર્ક વિહોણુ થઈ જાય છે. તેથી બંને કોઝ વે ને લઇને ધાંગધ્રા-હળવદ મત વિસ્તારના જાગૃત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતાં પ્રજાને પડતી હાલાકી દુર કરવા ટીકર ગામ પાસે બ્રાહ્મણી નદી પર આશરે ૨૫૦ મીટર લંબાઈનો જુનો હયાત કોજ વે પર આશરે ૨૦.૦૦ (વીસ) કરોડના ખર્ચે હયાત કોઝ-વે ની જગ્યાએ બારમાસી હાઈલેવલ બ્રીઝ બનાવવા ની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. તેમજ હળવદ-સરા રોડના વચ્ચે દિધડીયા ગામ પાસે બ્રાહમણી નદી પર અંદાજે ૨૫૦ મીટર લંબાઇના હયાત કોઝવે પર અંદાજે ૨૧ (એકવીશ) કરોડના ખર્ચે બારમાસી હાઈલેવલ બ્રીઝ બનાવવાની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. કેતન વિસ્તારના પ્રજાજનો, લોકપ્રતીનીધીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. તેમજ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રીનો હ્રદયપુર્વક આભાર વ્યકત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!