હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે જીઆઇડીસી નજીક જીનની દીવાલ પાછળ મફતિયાપરામાં આવેલ ઝૂંપડાની ઓરડીમાં રેઇડ કરી કુલ ૨૨૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૪,૦૦૦/- સાથે આરોપી રફીકભાઈ કાદરભાઈ જામ ઉવ.૩૨ રહે. મફતિયાપરા વાળાની સ્થળ ઉપરથી અટક કરી હતી, જ્યારે દેશી દારૂ આપનાર તરીકે સુરેન્દ્રનગર જીલ્લાના રાજપર ગામના લાખાભાઈ મનસુખભાઇ કોળીનું નામ ખુલ્યું હતું, જેથી હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી હાજર નહિ મળી આવેલ આરોપીને પકડી લેવા કવાયત શરૂ કરી છે.