હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટાઉનના ભવાનીનગર ઢોળાની નજીક ઓમ ટાયર રીમોટવાળા કોમ્પ્લેક્ષની બાજુમાં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા અકબરભાઈ ઉર્ફે હક્કાભાઈ વલીભાઈ કટીયા ઉવ.૪૮ રહે. હળવદ ભવાનીનગર ઢોરા દેવીપૂજકવાસની બાજુમાં વાળાને રોકડા રૂ.૭૨૦/- તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે હળવદ પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં વરલીફીચર્સના આકડાનું કપાત આરોપી રવિભાઈ ભૂરાભાઈ રબારી રહે.ભવાનીનગર ઢોરા વાળા પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.