બળદેવ ભરવાડ (હળવદ) : હળવદ પંથકમાં શનિવારે રાત્રે આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું વાદળો વરસાદી પાણીથી ઘેરાયેલા હતા રવિવારે વહેલી સવારથી ૪ વાગ્યા થી ૭ વાગ્યા સુધી ધીમીધારે વરસાદ પડયો હતો ૭ વાગ્યા થી ૯ વાગ્યા સુધી મુસળધાર વરસાદ પડ્યો ત્યારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો છે શનિવારે મોડી રાત થી રવિવારે વહેલી સવારથીધીમીધારે વરસાદ પડયો હતો
ત્યારે તાલુકાના ઘનશ્યામ ગઢ. મિયાણી .ઘનશ્યામપુર .ચરાડવા .સુંદરગઢ. કડીયાણા્ શિરોઈ.માનસર સુખપર. માનગઢ મિયાણી. ટીકર.સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમીધારે વરસાદ પડયો હતો અને રવિવારે સવારે ૮થી ૯ મુશળધાર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભવાની નગર દિવ્યપાર્ક.સરા રોડ .રેલવ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા આમ હળવદ શહેર અને આસપાસના ગામોમાં વરસાદના પગલે ઠંડુગાર વાતાવરણ સર્જાયું હતું