હળવદના પલાસણ ગામે ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડયો છે. તા. ૨૪/૦૪/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના પલાસણ ગામે જુના ઝઘડાની અદાવતમાં ૪૫ વર્ષીય તળશીભાઇ નાગજીભાઇ વિઠલાપરાનું હત્યા કરી નાખી છે. જે આરોપીને હળવદ પોલીસે તાત્કાલિક પકડી હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢયો છે.
રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોક કુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડીવીઝન સમીર સારડા, નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવીઝન પી.એ ઝાલા દ્વારા શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક શોધી કાઢી ગુન્હાઓ ડીટેક્ટ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના પલાસણ ગામે જુના ઝઘડાની અદાવતમાં ૪૫ વર્ષીય તળશીભાઇ નાગજીભાઇ વિઠલાપરા રહે. ગામ પલાસણ વાળાનુ ખુન થયું હતું. જેમાં મરણજનારને આરોપીએ પથ્થર વડે માથાના ભાગે ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. જે ગુન્હાના આરોપીને તાત્કાલીક પકડી પાડવા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા સૂચના આપી હતી. જે અનુસંધાને હળવદ પોલીસ ટીમે ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝાલાભાઇ રામાભાઇ મુધવાને ગણતરીની કલાકોમાં પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ, ડી.વી.કાનાણી, એ.એસ.આઈ. રમેશભાઈ ગોહિલ, એ.એસ.આઈ. અજીતસિંહ સીસોદીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હનાભાઇ, લાલભા રઘુભા, પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ માવુભા, સાગરભાઇ કુરીયા તથા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, વનરાજભાઈ કાનાભાઈ, સંજયભાઇ મનજીભાઇ, ભાગ્યદીપસિંહ વિક્રમસિંહ, હિતેશભાઇ મહાદેવભાઇ તેમજ સુરેશભાઈ પ્રતાપભાઇ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.